આણંદ સાયબર ક્રાઈમ : ઓનલાઇન એમ.ડી. ડ્રગ્સનો વેચાણ કરતા આરોપી ને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ

0
વર્તમાન સમયમાં ઇન્ટરનેટના વધતા જતા વ્યાપના લીધે સોશ્યલ મિડીયા તેમજ અલગ અલગ અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર માનવ સ્વાસ્થયને હાનિકારક તેમજ આજના યુવાધનને નશાના રવાડે ચઢાવતા ઓનલાઇન નશાકારક ડ્રગ્સ તથા માદક પદાર્થોનું વેચાણ ઓનલાઇન પેમેન્ટથી થતુ હોય અને જેમાં દિવસે ને દિવસે વધારો થતો હોય જેની અસર આજની યુવા પેઢી ઉપર થતી હોય જેથી આવી ગુનાહીત પ્રવૃતીઓ શોધી કાઢવા અને અટકાવવા માર્ગદર્શન તેમજ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે ના.પો.અધિ.શ્રી બી.ડી.જાડેજા આણંદ વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા સમયથી ઓનલાઇનના અલગ અલગ પ્લેટફોર્મ જેવા કે વોટ્ટસએપ, ફેસબુક,, ટેલીગ્રામ, ઇન્સ્ટ્રાગ્રામ, શેરચેટ, ટ્વીટર, સ્નેપચેટ જેવા માધ્યમો તેમજ પેમેન્ટ ગેટ-વે તથા વોલેટો ઉપર સતત સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા સર્વેલન્સ કરવામાં આવી રહેલ હતુ અને શંકાસ્પદ ડેટા લોગનું ટેકનીકલ એનાલીસીસ કરતા પકડાયેલ આરોપીઓ આણંદ તેમજ વિદ્યાનગર, પેટલાદ વગેરે વિસ્તારમાં કોલેજીયન યુવક, યુવતિઓ તથા યુવાનોને ઓનલાઇન પેમેન્ટ લઇ એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરતા હોય જેથી ટેકનીકલ એનાલીસીસ દ્રારા આરોપીઓને એમ.ડી. ડ્રગ્સ ૮.૯૦૦ ગ્રામ તથા કુલ મુદ્દામાલ ૧,૫૦,૦૦૦/- સાથે પકડી પાડેલ. આ એમ.ડી ડ્રગ્સની બજાર કિંમત એક ગ્રામના ૧૦,૦૦૦ લેખે ગણાય છે. એમ.ડી. ડ્રગ્સ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૫૦૪૧૨૨૦૦૧૮/૨૦૨૨ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૨(બી), ર૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
  • કામગીરી કરનાર ટીમ:- 
  • પો.ઇન્સ.શ્રી એલ.ડી.ગમારા
  • પો.સ.ઇ.શ્રી એ.એમ.શર્મા
  • હે.કો.મુસ્તકીમમીંયા
  • હે.કો.અશોકકુમાર ફુલચંદભાઇ
  • હે.કો.જીગ્નેશભાઇ
  • પો.કો.સ્વપ્નીલભાઇ
  • પો.કો.મયુરસિંહ

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top